Tuesday, 8 November 2011

SHEMANGUM THE "ZERO CARBON CITY"


WITH MY FIRST BLOG I AM SHARING MY FIRST ARTICLE WHICH WAS PUBLISHED IN "KUTCHMITRA"(LOCAL AND WELL KNOWN DAILY NEWS PAPER OF KUTCH.). HOPE YOU ALL WILL LIKE IT.

જલ નગરી: શેમાંન્ગુમ

માનવજાતે "આદિમાનવ" યુગ થી ૨૧મી સદી ના "આધુનિક માનવ" બનવા સુધીની સફર માં અદભૂત વિકાસ સાધ્યો છે. વિકાસ ની પાછળ આંધળુંકિયા કરવામાં પરિસ્થિતિ એવી આવશે કે આપણે આપણી આવતી પેઢીને ઉત્કૃષ્ટ ક્વોલીટી ના પાણી ના નળ તો આપી શકીશું પણ સ્વચ્છ પાણી તેમને વેંચાતું લેવું પડશે! મોટા માં મોટા શહેર માં સારા માં સારા આવાસો બંધાવી શકીશું પણ શ્વાસ માં સ્વચ્છ હવા મળી શકશે નહિ. ભવિષ્ય માં 'MINERAL  WATER '  ની જેમ 'MINERAL  OXYGEN ' ના પણ માસ્ક મળે તો નવાઇ નહિ. લાખો રૂપિયા ના રોકાણ થકી બધા બાળકો ને દુકાનો અને કારખાના બંધાવી આપી શકીશું પરંતુ ખેતીલાયક જમીન ના ભોગે, જેને પરિણામે અનાજ, કઠોળ કે શાકભાજી ને બદલે પ્રોટીન, વિટામિન્સ ની ગોળીઓ પર જીવવાનો પણ તેમને વારો આવી શકે!

આવા સંજોગો માં આપણે આપણી આવનારી પેઢીઓ માટે તગડા બેંક બેલેન્સ ની સાથે કુદરતે આપણે આપેલી અમૂલ્ય સંપત્તિ પણ બચાવવી ઘટે. એક તંદુરસ્ત જિંદગી જીવવાના ખ્વાબ માં આપણે 'કાશ્મીર' કે 'શિમલા' જેવા સ્થળ ની કલ્પના કરવી પડે તેમ છે કે જ્યાં આપણી તદ્દન બેઝીક જરૂરિયાતો- સ્વચ્છ હવા, પાણી અને ખોરાક મળી રહે.

બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય કાર્યવાહી નો તેમજ પ્રદુષણ કાબુમાં લેવાના પગલાઓની જાહેરાતો કરાઈ રહી છે પરંતુ દિશા માં એક 'સ્વપ્નીલ' પગલું ભરવાનું શ્રેય દક્ષીણ કોરિયા ને જાય છે. દક્ષીણ કોરિયા વિશ્વ નું સૌ પ્રથમ" ઝિરો કાર્બન સીટી " બનવા જઈ રહ્યું  છે. કલ્પના કરો એક એવા  શહેરની કે જ્યાં બિલકુલ પ્રદુષણ ના હોય. શ્વાસ એટલો શુદ્ધ  કે હવા થી તમારા ફેફસા ભરાઈ જાય. પાણી એટલું શુદ્ધ કે ત્યાં જન્મનારા બાળકો માટે MINERAL WATER  શબ્દ  નવાઇ પમાડનારો હોય અને વિશુદ્ધ ભૂમિ પર પાકનાર દરેક ધાન, ફળ, શાકભાજી તેના અસ્સલ સ્વાદ અને સત્વ થી ભરપુર હોય

હજુ વધુ અચરજ ની વાત તો છે કે શહેર એવી જગ્યા પર બનવાનું છે કે જ્યાં જમીન છેજ નહિ.   ૧૦૦ ટકા દરિયાઈ પાણી પર આકાર લેતી એક 'પરિકલ્પના' છે

હવે થોડો સસ્પેન્સ બ્રેક કરીએ. દક્ષીણ કોરિયા ની ભાષા માં 'આયુલ' એટલે કે 'જળ નગરી' તરીકે ઓળખાતા શહેર નું નામ શેમાંન્ગુમ રાખવામાં આવ્યું છે. શહેર માટે દક્ષીણ કોરિયા ની સરહદ પાસેના દરિયા માં જમીન ઉપસાવવામાં આવશે જેથી એક બંદરીય શહેર નું નિર્માણ થશે

જે શહેર ની માત્ર રૂપરેખા બનાવવામાં ૨૦ વર્ષ લાગ્યા છે અને બનતા હજુ બીજા ૨૦ વર્ષ લાગી જશે તેવું શહેર દરિયા ને ખસેડી ને બનાવવામાં આવશે. વધુ સમજાય એવી વાત કરીએ તો દરિયા માં લગભગ ૪૦૦ ચોરસ કિમી  જેટલો વિસ્તાર રેતી, માટી અને પત્થરોથી પૂરી અને શહેર બનાવવાનો પ્લાન છે.

ગોળાકાર ડીઝાઇન ધરાવતું શહેર તમામ અદ્યતન સુવિધાઓ થી સજ્જ હશે. લગભગ .૫૦ લાખ ની વસ્તી ને સમાવી શકે તેવા શહેર માં રેસીડેન્ટ અરિયા એટલે કે વસવાટ નો વિસ્તાર, કાર્યક્ષેત્ર એટલે કે ઓફીસો. દુકાનો. કારખાના વિગેરે તેમજ રીલોકેસન એરિયા એટલે કે બાગ-બગીચા, શોપિંગ મોલ, થીયેટર, વિગેરે માટે અલગ અલગ સેક્શન રાખવામાં આવશે.ચોતરફ લીલોતરી ધરાવતા શહેર માં ખેતીલાયક જમીન હશે કે જ્યાં શહેર માટેનું ધાન જાતેજ પકવી શકશે. સુંદર પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વેપાર, આયાત નિકાસ પણ સરળતા થી કરી શકાશે. શહેર માં પરિવહન એટલે કે વાહનવ્યવહાર કેવો હશે વિચાર માંગીલે એવો પ્રશ્ન છે કેમકે મોટા ભાગના વાહનો પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ માંથી ચાલે છે અને ઓછા વત્તા પ્રમાણ માં પ્રદુષણ જરૂર ફેલાવે છે
 
અહી પરિવહન માટેની વિચારણા ખુબ રસપ્રદ છે. આ શહેર દરિયા પર વિક્સાવાતું હોઈ જલીય પરિવહન માટે અવકાશ રાખવામાં આવી રહ્યો છે. આ શહેરનો નકશો પણ કાટખૂણે એવી રીતે ગોઠવાશે કે જેથી એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે લાંબી મુસાફરી જ કરવી પડે નહીં. આ બધી સુવિધા માટેની પાયાની જરૂરીયાત એ છે કે ઊર્જા અત્યંત પવિત્ર એટલે કે 'પ્રદુષણ રહિત' હોય. આ ઊર્જા મેળવાશે પવન, સૂર્ય અને પાણીમાંથી. આ માટે વિશ્વની સૌથી મોટી સંખ્યામાં વિન્ડ TURBINE વિકસાવવામાં આવશે. આ માટે TURBINE બનાવવાનો CONTRACT અત્યારથી જ હ્યુન્ડાઈ કંપનીને સોંપાઈ ગયો છે. તે માટે નજીક નાં વિસ્તારોમાં લાખો વર્ગ કી.મી. વિસ્તારમાં પવનચક્કી સ્થાપવામાં આવશે અને હા, વિસ્તારમાં ઉત્પન્ન થતો ડ્રેનેજ કચરો ક્યાય પણ ફેંકવાને બદલે 'રીસાયકલ' કરી 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવામાં આવશે

છે ને બુકિંગ કરાવવા જેવો એરિયા ? પરંતુ આવું શહેર હકીકતમાં ઊભું કરવું લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે કામ શરુ કરવા પહેલાં જ સરકારે સ્થાનિક માછીમારો તેમજ પશુપાલકોના પ્રબળ વિરોધ સામે સંઘર્ષ કરવો પડેલો. પરિસ્થિતિ થાળે પડ્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ હાથ ધરવામાં આવશે. 

અત્યારની તથા આજથી ૨૦ વર્ષ પછીની શક્ય તેટલી તમામ સુવિધા ધરાવતું છતાં "નિષ્કલંક" શહેર બનાવવું એ કોઈ એકાદ-બે જીનીઅસ દિમાગ નું કામ નથી. આ કાર્ય માટે INTERNET તેમજ અન્ય માધ્યમો દ્વારા તકનીકી, ARCHITECTURE વિગેરે શાખા ના વિદ્વાનો માટે વિશ્વ કક્ષા એ સ્પર્ધા યોજવામાં આવતી અને દુનિયાભર ના તજજ્ઞો  એ રજુ કરેલી તરકીબોનો સમન્વય કરી આ શહેર ની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

અત્યારે આ ECO CITY નો પાયો નખાઈ ચુક્યો છે તેમ કહી શકાય. દરિયા વચ્ચે જમીન ઉભી કરવા માટે સૌ પ્રથમ આવી દીવાલ ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે કે જે આ શહેર અને સમુદ્ર વચ્ચે સરહદ નું કાર્ય કરે. દુનિયા ની સૌથી લાંબી આવી દરિયાઈ દીવાલ એપ્રિલ2010 માં તૈયાર થઇ ચુકી છે. દરિયા ના પાણી ના જબરદસ્ત દબાણ વચ્ચે વિશાળ જહાજો, યંત્રો તથા ક્રેન ની મદદ થી ઈજનેરી કળા ના નમુના રૂપ દીવાલ ચણવામાં આવી છે. ઈજનેરો ના મત મુજબ જેમ દીવાલ ચણાતી ગઈ અને દરિયા ના પાણીને પસાર થવા નો માર્ગ સાંકડો થતો ગયો તેમ પાણી ના દબાણ માં પણ વધારો થવા લાગ્યો છેલ્લે ઈજનેરોને ભય હતો કે ગમે તે ઘડી એ દબાણ ને કારણે સમગ્ર બાંધકામ જમીનદોસ્ત (કે પછી 'પાણીદોસ્ત"!) થઇ શકે છે. આ દબાણ સામે ઉભા રહેવા માટે દીવાલ માં ૨૫ લાખ ઘન મીટર રેતી, કપચી,પત્થર વિગેરે ભરવામાં આવ્યા છે તેમજ એક થી  દસ ટન વજન ના પથ્થરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે આટલા સામાન માંથી ૩ પીઝા ના ટાવર ઉભા કરી શકાય, તે પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ભવિષ્ય માં તૈયાર થનાર આ શહેર નું કામકાજ કેટલા વિશાળ પાયે હશે.

વિજ્ઞાન,ટેકનોલોજી તથા ઈજનેરી કૌશલ્ય માટે પડકારરૂપ એવું આ શહેર ઝડપ થી તથા સફળતા પૂર્વક નિર્માણ પામે તેવી શુભેછા આપણે પાઠવીએ.